Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

તેને સતત પરેશાન નથી કરતીઃ ઝરીન

અભિનેત્રી ઝરીન ખાને પોતાની કારકિર્દીની પહેલી ફિલ્મની શરૂઆત સલમાન ખાન સાથેની ફિલ્મથી મુખ્ય હિરોઇન તરીકે કરી હતી. પરંતુ એ પછી સફળતા તેના હાથમાં આવી જ નથી તેમ કહી શકાય. તેણે અલગ અલગ જોનરની ફિલ્મો કરી છતાં જોઇએ તેવું કાઠુ કાઢી શકી નથી. તેણે એક દસકા કરતાં વધુ સમયથી અહિ કામ કરી રહી છે. એવી ચર્ચા સતત અહિ થતી રહે છે કે સલમાન ખાન ઝરીનને કારકિર્દી ઘડવામાં મદદ કરે છે. ઝરીન કહે છે સલમાન ખાનનો આભાર માનુ છું, કારણ કે જો એના વગર હું આ ઇન્ડસ્ટ્રીમાં ન હોત એ સાચુ. પરંતુ હું આજે જે જગ્યાએ છું ત્યાં ખુશ છું. સતત હું સલમાન ખાન કે તેના ભાઇઓની પીઠ પર વાનર બનીને બેસી ન શકું. સલમાન ખાન એક અદ્દભુત વ્યકિત છે. પણ તે ખુબ જ વ્યસ્ત છે. લોકો એવું વિચારે છે કે હું જે પણ કામ કરુ છું એ સલમાન ખાન દ્વારા મને મળે છે. પણ એ સાચુ નથી. સલમાન એક મિત્ર છે. હું દરેક બાબતે તેને પરેશાન કરતી નથી. છેલ્લે ગયા વર્ષે ઝરીન હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં જોવા મળી હતી.

(10:29 am IST)