Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

મહાનાયક અમિતાભ બચ્ચને ગણતંત્ર દિવસની ફેન્સને આપી અનોખા અંદાજમાં શુભેચ્છા : વિડિઓ કર્યો શેર

વિડીયોમાં અમિતાભ બચ્ચનએ લાઈટવાળું માસ્ક ફ્લોન્ટ કરતા જોવા મળ્યા

મુંબઈ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એટલે કે, બિગબી સોશિયલ મીડિયામાં  ઘણા એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે ફેન્સને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી.

અમિતાભ બચ્ચનએ વિડીયો શેર કર્યો છે તેમાં સૌથી વધુ ચર્ચા તેના માસ્કની કરવામાં આવી હતી. આ વિડીયોમાં અમિતાભ બચ્ચનએ લાઈટવાળું માસ્ક ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આ અનોખું માસ્ક જોઈને બધા હેરાન થઇ ગયા હતા.

અમિતાભ બચ્ચનએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં અમિતાભ બચ્ચન એક માસ્ક પહેરેલા જોવા મળે છે. આ વિડીયોમાં અમિતાભ કહે છે કે, હું મારી તમને એક કમાલ દેખાડવા માંગુ છું. આ બોલતા જ અમિતાભ બચ્ચનએ તેના ચહેરા પર એક માસ્ક પહેરી લે છે. આ વિડીયોમાં અમિતાભ બચ્ચન પ્રજાસતાક દિવસની શુભેચ્છા આપતા નજરે ચડે છે તો માસ્કમાં અલગ-અલગ પ્રકારની લાઈટ પણ જોવા મળે છે.

આ વિડીયો શેર કરતા અમિતાભ બચ્ચનએ લખ્યું હતું કે, 'Happy Republic Day.' પ્રજાસતાક દિવસની અનેક-અનેક શુભકામના. અમિતાભ બચ્ચનએ આ વિડીયોમાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. લોકો અમિતાભ બચ્ચનના માસ્કના પણ વખાણ કરી રહ્યા છે.

(1:46 pm IST)