Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ધર્મ પર શાહરુખ ખાને કહ્યું: હું મુસલમાન, પત્નિ હિન્દુ અને બાળકો હિન્દુસ્તાની

અમે કયારેય હિન્દુ-મુસલમાન પર વાત કરી નથી

મુંબઈ, તા.૨૭: બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાને ફરી એક વખત ધર્મ પર ખુલીને વાત કરી છે. આ વખતે તેણે પોતાના બાળકોને ધર્મને લઈને પોતાના વિચાર જાહેર કર્યા છે. શાહરુખ ખાને એક ટીવી રિયાલિટી શો માં કહ્યું હતું કે મારી પત્ની હિન્દુ છે, હું મુસલમાનુ છું અને મારા બાળકો હિન્દુસ્તાની છે. શાહરુખ ખાનના આ નિવેદનવાળો વીડિયો સોશિયલ મીડિયામાં દ્યણો વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન દ્યણી વખત ધર્મ અને દેશની સ્થિત સાથે સંબંધિત નિવેદન કરીને ટિકાનો સામનો કરી ચૂકયો છે. તેની ઘણી વખત સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો છે. જોકે આ વખતે તેના નિવેદનના કારણે તેની પ્રશંસા થઈ રહી છે.

શાહરુખે ઘણી વખત કહ્યું છે કે સોશિયલ મીડિયામાં એક એવી ગેંગ છે. જે તેની ફિલ્મ આવતા જ તેને ના જોવાનું અભિયાન ચલાવવા લાગે છે. જોકે હવે શાહરુખ ધીરે-ધીરે પોતાની છાપ બદલી રહ્યો છે.

'ડાન્સ પ્લસ ૫' પર વાત કરતા શાહરુખે કહ્યું હતું કે અમે કયારેક હિન્દુ-મુસલમાન પર વાત કરી નથી. મારી પત્ની છે તે હિન્દુ છે. હું મુસલમાન છું અને મારા જે બાળકો છે તે હિન્દુસ્તાની છે. તે સ્કૂલમાં ગયા તો સ્કૂલમાં ભરવું પડતું હતું કે તમારો ધર્મ કયો છે. મારી પુત્રી નાની હતી તો તેણે એક વખત મને પૂછ્યું હતું કે પાપા આપણે કયા ધર્મના છીએ? તો મે તેના ફોર્મમાં પણ ઇન્ડિયન લખ્યું હતું. કોઈ રિલીજન નથી અને હોવો પણ જોઈએ નહીં.

(9:56 am IST)