Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પદ્માવત બોક્સઓફિસ પર ધૂમ મચાવે છે ;બે દિવસમાં 50 કરોડની કમાણી

સૌથી વધુ મુંબઈમાં કમાણી:પહેલા દિવસ કરતા બીજા દિવસે વધારે સ્ક્રીન્સ પર દેખાડાઈ :સોમવાર સુધીમાં 100 કરોડના ક્લબમાં સામેલથશે

મુંબઈ ;વિરોધ પ્રદર્શન વચ્ચે રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને માત્ર બે દિવસમાં રૂપિયા 50 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 16થી 17 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે એટલે કે 26 જાન્યુઆરીએ 32 કરોડની કમાણી કરી છે

  25મી  જાન્યુઆરીએ ફિલ્મ રિલિઝ થઇ તે દિવસ કરતાં 26 જાન્યુઆરીએ નેશનલ હોલીડે હોવાનો લાભ ફિલ્મને મળ્યો.છે  આ જ કારણે એક જ દિવસમાં ફિલ્મે 32 કરોડની કમાણી કરી હતી.પહેલા દિવસ કરતાં બીજા દિવસે વધારે સ્ક્રીન્સ પર પદ્માવત દેખાડવામાં આવી હતી.

   કમાણીના મામલે પદ્માવતે મુબઇમાં વધારે કમાણી કરી છે.મુંબઇમાં જ ફિલ્મે 11 કરોડનો બિઝનેસ કર્યો છે. વીકેન્ડ પર આ ફિલ્મ વધારે કમાણી કરે તેવી શક્યતા છે. સોમવાર સુધી આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

(12:14 pm IST)