Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

આયકર વિભાગે પ્રિયંકા ચોપડાને વૈભવી ગિફ્ટ પર આપી નોટિસ

મુંબઈ:પ્રિયંકા ચોપડાને ગિફ્ટમાં મળેલાં લક્ઝુરિયલ વૉચ અને કાર માટે ઇન્કમ-ટૅક્સ દ્વારા તેને ટૅક્સ ભરવા માટે નોટિસ મોકલવામાં આવી છે.પ્રિયંકાને ફાઇનૅન્શિયલ યર ૨૦૦૭-’૦૮ માટે એક વૉચ-કંપનીએ મૉડલિંગ માટે .૪૦ કરોડ રૂપિયા રકમ ચૂકવ્યા હતા. મૉડલિંગ દરમ્યાન તેને કંપની દ્વારા ઘડિયાળ ગિફ્ટ કરવામાં આવ્યું હતું જેની કિંમત ૪૦ લાખ રૂપિયા આંકવામાં આવી છે. ઘડિયાળને પ્રિયંકાએ એક ગિફ્ટ ગણાવી હતી. ફાઇનૅન્શિયલ યર ૨૦૦૮-’૦૯માં તેને ૨૭ લાખ રૂપિયાની એક ટૉયોટા પ્રિયસ કાર ગિફ્ટ કરવામાં આવી હતી. શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસ દ્વારા પણ પ્રિયંકાને ૧૭.૦૬ લાખ રૂપિયાની જ્વેલરી ગિફ્ટ કરવામાં આવી હતી. ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે કંપનીઓ આર્ટિફિશ્યલ છે, તેમને કોઈ પ્રેમ કે ઇમોશન્સ નથી હોતાં. કારણોસર તેમનો સંબંધ ફક્ત પ્રોફેશનલ હોવાથી આવી ગિફ્ટ માટે પણ ટૅક્સ ચૂકવવો જરૂરી છે.

 

(11:27 am IST)