Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સલમાન મારા સાચા માર્ગદર્શક છેઃ કિયારા

કિયારા અડવાણીની ફિલ્મ ગૂડ ન્યુઝ આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે. તેને સતત મોટી ફિલ્મો મળવા માંડી છે. કબિરસિંહની જબરદસ્ત સફળતા પછી તેને મોટા નિર્માતા-નિર્દેશક પોતાની ફિલ્મમાં લેવા પડાપડી કરી રહ્યા છે. કિયારા કહે છે સલમાન ખાન એવી વ્યકિત છે જેના પર હું આંખ મીંચીને ભરોસો કરુ છું. મેં એના કહેવાથી મારું નામ પણ બદલ્યું હતું. હું નસિબદાર છું કે હું જ્યારે ઇચ્છુ ત્યારે સલમાન ખાન પાસે જઇને તેની પાસેથી મદદ, માર્ગદર્શન લઇ શકુ છું. તેણે હમેંશા મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. હું જ્યારે મુંજવણમાં હોઉ ત્યારે હું સલમાન પાસે જાઉ છું. કબિરસિંહની સફળતા પછી સલમાન ખાને મારા પરિવારજનો સાથે પણ વાત કરી હતી અને હું ખુબ જ સારું કામ કરી રહી હોવાની વાત મારા સ્વજનોને કહી હતી.  મને ખબર છે કે તે કદી મને ખોટી સલાહ નહિ આપે. તે મારા માર્ગદર્શક છે. કિયારા હવે પછી અક્ષય કુમાર સાથે લક્ષ્મી બોમ્બ અને ઇન્દૂ કી જવાની તથા ભૂલભુલૈયા-૨માં જોવા મળશે.

 

(10:07 am IST)