Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

દિવ્યા દત્તાને વેબ સીરિઝમાં ખાસ રોલ

બોલીવૂડની ફિલ્મો અને ટીવી શોની સાથોસાથ ડિજીટલ પ્લેટફોર્મ પર આવતી અલગ-અલગ વિષયો ધરાવતી વેબ સીરિઝનું પણ ચલણ ખુબ વધ્યું છે. દર્શકોને દરેક પ્રકારનો મસાલો વેબ સીરિઝમાં મળી રહે છે. હોટસ્ટાર જાણીતા ઓટીટી પ્લેટર્ફોમ પૈકીનું એક છે. જેના પર ક્રિમિનલ જસ્ટીસ, ધ ઓફિસ, આઉટ ઓફ લવ, સિટી ઓફ ડ્રીમ્સ, હોસ્ટેજિસ સહિતની સીરિઝ આવી ચુકી છે. હવે આ પ્લેટ માટે 'સ્પેશિયલ ઓપીએસ' નામની એક સીરિઝ આવી રહી છે. જેનું નિર્દેશન નિરજ પાંડે અને શિવમ નાયર કરી રહ્યા છે. આ સિરીઝનું નિર્માણા ફ્રાઇડે સ્ટોરી ટેલર્સ દ્વારા થઇ રહ્યું છે. સ્પેશિયલ ઓપીએસમાં કે. કે. મેનન, પરમિત શેઠી, શરદ કેલકર, પવન ચોપડા કલીપ્રસાદ મુખર્જી, કરણ ટેકર સહિતના કલાકારો સાથે ખુબ જ પ્રતિભાશાળી અભિનેત્રી દિવ્યા દત્તાનું નામ પણ સામેલ થયું છે. નિર્દેશક નિરજ પાંડેએ સ્પેશિયલ છબ્બીસ, અ વેન્સડે, બેબી સહિતની ફિલ્મો બનાવી છે. શિવમે ભાગ જોની, મહારથી અને આહિસ્તા આહિસ્તા બનાવી હતી. હવે થ્રિલર જોનરમાં આ બંને સાથે મળી વેબ સીરિઝ બનાવી રહ્યા છે.

 

(10:06 am IST)