Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પ્રિયંકા ચોપડા પછી હવે અજય દેવગણ જંપલાવશે મરાઠી સિનેમામાં

મુંબઇ: અભિનેતા ફિલ્મ સર્જક અજય દેગવણ હવે મરાઠી ફિલ્મ બનાવવા તરફ વળી રહ્યો હોવાની માહિતી મળી હતી. એની પહેલી મરાઠી ફિલ્મનું ટાઇટલ છે આપલા માનુસ (તમારો માણસ ફિલ્મનો હીરો બોલિવૂડનો ફાયરબ્રાન્ડ અભિનેતા નાના પાટેકર હશે. એની સાથે કોમેડી માટે પંકાયેલો સુમીત રાઘવન અને અભિનેત્રી ઇરાવતી હર્ષે પણ ફિલ્મમાં ચમકશે. ફિલ્મ ફટાફટ બનાવીને ૨૦૧૮ના ફેબુ્રઆરીમાં રજૂ કરી દેવાની અજયની યોજના છે. ડાયરેક્ટર તરીકે સતીશ રાજવાડેને પસંદ કરવામાં આવ્યા હતા. જાહેરાત સોશ્યલ મિડિયા પર કરતાં અજયે લખ્યું, 'જન્મ્યો ત્યારથી મહારાષ્ટ્ર સાથે મારો નાતો જોડાયેલો છે. મને મરાઠી ભાષા ગમે છે એમાંય કાજોલ સાથે પરણ્યા પછી તો હું મરાઠી ભાષા અને મરાઠી સંસ્કૃતિનો ઘેલો ચાહક બની ગયો.... (કાજોલ મરાઠીભાષી અભિનેત્રી શોભના સમર્થની દોહિત્રી અને તનુજાની પુત્રી છે.) ૨૦૧૪માં અજયે મરાઠી ફિલ્મ વિટ્ટી દાંડુ (ગિલ્લીદંડા)નું વિતરણ કર્યુ ંહતું. ફિલ્મ વિકાસ કદમે લખી હતી અને ગણેશ કદમ એના ડાયરેક્ટર હતા. ફિલ્મમાં દિલીપ પ્રભાવલકર અને મૃણાલ ઠાકુર ચમક્યાં હતાં.

(5:34 pm IST)