Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિશાલ ભારદ્વાજ આગામી ફિલ્મમાં બનાવશે ત્રણ હિરોઈનને લઈને

મુંબઈ: જગપ્રસિદ્ધ નાટયકાર વિલિયમ શેક્સપિયરની અમર કૃતિઓનું ભારતીયકરણ કરીને  ફિલ્મો બનાવનારા સંગીતકાર ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજ હવે એક સાથે ત્રણ હીરોઇનો હોય એવી ફિલ્મ બનાવવાની તૈયારીમાં પડયા હોવાનું જાણવા મળ્યુ ંહતું. અત્યાર અગાઉ ઓમકારા, મકબૂલ અને સાત ખૂન માફ જેવી પરંપરા કરતાં અલગ પ્રકારની ફિલ્મો બનાવનારા વિશાલના પ્રવક્તાએે કહ્યું કે આ વાત સાચી છે. એમને ગમતી એક સ્ક્રીપ્ટ હાથ લાગી છે અને એના પર પોતાના વિચારો મુજબ ફેરફાર કરીને વિશાલ સર હવે એ ફિલ્મ બનાવવાની પૂર્વતૈયારીમાં લાગી ગયા છે. અગાઉ શાહિદ કપૂર, કંગના રનૌત અને સૈફ અલી ખાનને લઇને બનાવેલી ફિલ્મ રંગૂન ફ્લોપ નીવડી તેનાથી એ જરાય વિચલિત થયા નથી. એ માને છે કે દરેક ફિલ્મ સર્જકની દરેક ફિલ્મ હિટ નીવડે એવું કદી બનતું નથી.  સામાન્ય રીતે વિશાલ એવી ફિલ્મો બનાવે છે જેમાં લગભગ દરેક પાત્ર સહેજસાજ ગ્રે શેડ ધરાવતું હોય. ત્રણ હિરોઇનોવાળી ફિલ્મ પણ એ જ પ્રકારની હશે એમ આ પ્રવક્તાએ કહ્યું હતું.

(5:35 pm IST)