Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કોઇ ભાભી કહે તે ગમતું નથી રોજલીન ખાનને

મોડેલ રોજલીન ખાન અગાઉ રામ ગોપાલ વર્માની ફિલ્મ સવિતા ભાભી અને નિરજ વોરાની ઓનલાઇન ભાભી નામની ફિલ્મ કરવાની હતી. પણ આ બંને ફિલ્મો બનાવવાનું માંડી વાળવામાં આવતાં રોજલીનની ખુશી ક્ષણિક બની ગઇ હતી. જો કે હવે રોજલીન વારંવાર પોતાના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. તેણે અમુક શોર્ટ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યુ છે. તે પોતાને કમનસિબ સમજે છે કારણ કે બે ફિલ્મ કે જેમાં તેને રોલ મળ્યો હતો તે બની જ નહિ. તે કહે છે આ ફિલ્મોમાં મને ભાભીનો રોલ મળવાનો હતો. ફિલ્મ તો ન બની છતાં લોકો મને ભાભી કહીને બોલાવે છે, આ મને ગમતું નથી. અગાઉ રોજલીન ન્યુડ અને સેમીન્યુડ ફોટોને કારણે પણ ખુબ ચર્ચામાં આવી હતી. બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ લાવવા તેણે ટોપલેસ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

(9:24 am IST)