Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ભૂલભૂલૈયા જેવી હોરર કોમેડી કરશે અક્ષય કુમાર

અક્ષય કુમારે એક પછી એક ચઢીયાતી ફિલ્મો થકી દર્શકોના દિલ જીત્યા છે. કોમેડી હોય કે એકશન દરેક ફિલ્મોમાં અક્ષય જમાવટ કરે છ.ે હવે તે ફરીથી કંઇક અલગ કરવાના મૂડમાં છે. અક્ષય હવે અજય દેવગણની જેમ હોરર કોમેડી કરવાનો છે. આ માટેની સ્ક્રિપ્ટ તેણે વાંચી લીધી છે અને તેને પસંદ પણ પડી છે.

અક્ષયે કહ્યું હતું કે તે ભૂલભૂલૈયા જેવી હોરર કોમેડી કરવા માટે ફરીથી તૈયાર છે. અજય દેવગણની ગોલમાલ અગેઇન આવી જ ફિલ્મ હતી. જેણે ત્રણસો કરોડની કમાણી કરી છે. અક્ષયનો આ નિર્ણય હવે તેને કેટલી સફળતા અપાવે છે તે ફિલ્મ બન્યા પછી ખબર પડશે. અક્ષયની આગામી ફિલ્મોમાં પૈડમેન, ૨.૦, ગોલ્ડ સહિતની સામેલ છે. ૨.૦માં તે રજનીકાંત સામે વિલન બન્યો છે.

 

(9:24 am IST)