Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ટીવી પરદે આવવા ફરીથી તૈયાર છે દિપીકા સિંહ

દિયા ઓૈર બાતી હમ સિરીયલમાં સંધ્યા બિંદણીનો રોલ નિભાવનારી દિપીકા સિંહ માતા બન્યા પછી હવે ફરીથી ટીવી પરદે આવવા તૈયાર છે. તેનો પુત્ર એક વર્ષનો થઇ જતાં દિપીકાએ નવા શોમાં કામ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે વજન ઉતારવા માટે અને બોડીને ફરી શેપમાં લાવવા માટે જીમનો સહારો લીધો છે. દિપીકા કહે છે મેં દિકરાના ઉછેર માટે રજા લીધી હતી. તેને પુરતુ પોષણ મળી રહે તે માટે મેં ડાયેટ લીધું નહોતું. મારું વજન પંદર કિલો વજન વધી ગયું છે. જે હું ઉતારી રહી છું. મારા સાસુ હવે મારા દિકરાની સારસંભાળ માટે તૈયાર છે. જેથી હું ફરીથી ટીવી પરદે આવવા તૈયાર થઇ છું. ઓડિસી નૃત્યથી પણ હું વજન ઉતારી રહી છું. અભિનય કરવા માનસિક રીતે તૈયાર છું.

 

(9:24 am IST)