Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જ્હાન્વીની ત્રણ ફિલ્મો કતારમાં

અભિનેત્રી જ્હાન્વી કપૂરે છેલ્લા કેટલાક સમયમાં સતત વેકેશનની મજા માણી છે. તાજેતરમાં જ્હાન્વી અને તેની બહેન ખુશી કપૂરે રજાનો આનંદ માણ્યો હતો. બંને બહેનો ન્યુયોર્ક સિટીની મુલાકાતે ગઇ હતી અને એ ટ્રીપના કલરફૂલ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં. સાઈટ સીઈંગથી માંડીને મ્યુઝિયમની વિઝિટ, ફૂડ જેવી તમામ એકિટવિટીસ તેણે પોસ્ટ કરી હતી. અગાઉ સિસ્ટર ખુશી અને ફ્રેન્ડ ઓર્હાનની સાથે તેણે દુબઈમાં પણ વેકેશન માણ્યું હતું.  દુબઇ પછી તે ન્યુયોર્ક ફરવા પહોંચી હતી. જ્હાન્વીએ કેટલીક સેલ્ફી પણ પોસ્ટક રી હતી જેને ચાહકોએ પસંદ કરી હતી.  બિકિની અને મિની સ્કર્ટમાં પણ જ્હાન્વીએ ફોેટોગ્રાફ મુકયા હતાં. જેમાં તેની સાથે ખુશી પણ હતી અને બંને પાણીમાં હતી. ફોટોના કેપ્શનમાં જ્હાન્વીએ લખ્યુ હતું કે, લુંગી ડાન્સ. નિર્દેશક સિદ્ધાર્થ સેન ગુપ્તાની ગૂડલક જેરી તથા દોસ્તાના-૨ અને મલયાલમ ફિલ્મની હિન્દી રીમેકનું કામ જ્હાન્વી કરી રહી છે. ગૂડલક જેરીમાં તેની સાથે દિપક ડોબરીયાલ, નિરજ સૂદ, મિતા વશિષ્ઠ અને સુશાંતસિંઘ છે.

(9:57 am IST)