Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સોનુ સૂદએ સાયકલ ઉપર આવતા ફેન માટે એર ટિકિટ બુક કરાવી

સોનુ સુદનો સદવ્યવહારનો વધુ એક પ્રસંગ : અભિનેતાનો ચાહક સાયકલથી વારાણસી પહોંચી ગયો હતો ત્યાં અટકાવીને સોનુએ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી

મુંબઈ, તા. ૨૬ : કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક લોકોની મદદ કરનાર પરંતુ ખાસ કરીને મજુરો એન મજબુરીવશ લોકો માટે સાક્ષાત ભગવાન બનીને આવેલા સોનૂ સૂદ રિયલ હિરો બની ગયો છે. અભિનેતા તરફથી જરૂરીયાતમંદોને મદદ કરવાનો આ સિલસિલો હજી પણ યથાવત જ છે. હવે સોનુ સૂદને મળવા માટે તેનો એક ફેન બિહારથી જ મુંબઈ આવવા સાઈકલ લઈને નિકળી પડ્યો હતો.

આ વાતની જાણ સોનુ સૂદે પળભરનો પણ સમય બગાડ્યા વગર જ તેમનો ફેન વારાણસી પહોંચતાની સાથે જ મુંબઈ માટે ફ્લાઈટની ટિકીટ બુક કરાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનૂ સૂદે પોતાના ફેન અરમાન સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે, તુ આવુ ના કરીશ. તુ મને મળવા માંગે છે તો જરૂર મળ. પરંતુ આ રીતે નહીં. સોનૂ સૂદના જણાવ્યા પ્રમાને, તેનો ચાહક સાયકલ મારફતે વારાણસી પહોંચી ગયો હતો. મેં તેને ગમે તેમ કરીને મનાવી લીધો અને મુંબઈ માટેની તેની ફ્લાઈટની ટિકીટ બુક કરાવી. મુંબઈમાં તેને રોકાવવા માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. જો હું તેના માટે સ્પેશિયલ છુ તો મારે પણ તેના માટે આટલુ તો કરવું જ પડેને તેમ સોનૂ સૂદે કહ્યું હતું.

ખાસ વાત એ છે, માત્ર અરમાન જ નહીં પણ તેની સાયકલ પણ મુંબઈ આવશે. સોનૂ સૂદે અરમાન અને તેની સાયકલની પટના જવા માટેની ફ્લાઈટની ટીકિટનું બુકિંગ પણ કરાવી દીધું છે. આ મામલે સોનૂ સૂદે કહ્યું હતું કે, સાયકલ સાથે તેને એટલ બધો લગાવ છે તો તેને અધવચ્ચે કેવી રીતે છોડી શકે? શું સોનૂ સૂદ તેના ચાહકોને મળવા માટે બિહાર જશે? તેનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું હતું કે, કેમ નહીં, જરૂર જઈશ. પણ તેના માટે થોડો સમય લાગી શકે છે. હાલ તેઓ એ જરૂરી છે કે જે લોકો સંકટમાં છે તેમના સુધી મદદ પહોંચે. થોડા રૂપિયાનું દાન કરીને આગળ વધી જવુ આસાન છે. પરંતુ ઘણી વાર નાનું દાન કેટલાક લોકોની મુશ્કેલીઓ માટે પર્યાપ્ત નથી હોતું. તેની સમસ્યા શું છે તેને પુરી કરવાના પ્રયાસ કરવા જરૂરી છે. અરમાન મુંબઈ આવીને સોનૂ સૂદને મળશે તો તેના માતે આ પળ ખરેખર યાદગાર હશે.

(9:20 pm IST)
  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST

  • વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST