Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જુગ જુગ જિયો નીતૂ કપૂરનું સાત વર્ષ પછી કમબેક

અભિનેતા વરૂણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર અભિનીત ફિલ્મ જુગ જુગ જિયો ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મથી નિતૂ કપુરે પણ કમબેક કર્યુ છે. ફિલ્મનું શુટીંગ હાલમાં ચંદીગઢમાં ચાલી રહ્યું છે. રાજ મહેતા નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડકશન બેનર હેઠળ થઇ રહ્યું છે. સાત વર્ષ પછી નિતૂ કપુર ફરી પરદા પર જોવા મળશે. છેલ્લે તેણે બેશરમ ફિલ્મમાં પુત્ર રણબીર કપૂર અને પતિ ઋષી કપૂર સાથે કામ કર્યુ હતું. બાંસઠ વર્ષિય નિતૂ કપુરે ઇંસ્ટાગ્રામ પર લખ્યું હતું કે વર્ષો પછી સેટ પર એક નવી શરૂઆત અને ફિલ્મોના જાદૂ માટે ફરીથી હું આવી છું. કપૂર સાહેબથી લઇને રણબીર એમ બધા હમેંશા મારી સાથે રહ્યા છે. આપ સોૈનો પ્રેમ હું અનુભવી શકુ છું. હવે હું મારી જાતને સંભાળી શકુ છું. થોડો ડર લાગે છે પણ મને ખબર છે આપ મારી સાથે છો. અનિલ કપૂરે પણ નિતૂ કપુર સાથેની એક તસ્વીર પોસ્ટ કરી તેને શુભેચ્છા પાઠવી હતી. આ ફિલ્મમાં જાણીતી યુટ્યુબર પ્રાજકતા કોલી પણ કામ કરી રહી છે.

(9:49 am IST)
  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST