Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

બોલિવૂડના સાઉન્ડ ટેકનિશ્યન નિમિષ્ પિલંકરનું બ્રેઇન હેમરેજથી મોતઃ અક્ષયકુમાર સહિતનાએ દુઃખ વ્‍યક્ત કર્યું

નવી દિલ્હી : બોલિવૂડ અને ટીવીમાં કામનું પ્રેશન, લાંબી શિફ્ટ તેમજ ભોજન અને નિંદરનું અનિયમિત ટાઇમટેબલ સ્વાસ્થ્ય પર આસસર કરે છે. હાલમાં ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ટ હોસ્પિટલમાં સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે હવે બોલિવૂડમાંથી શોકિંગ સમાચાર આવ્યા છે. હાલમાં 29 વર્ષના સાઉન્ડ ટેકનિશિયન નિમિષ પિલંકરનું હાઇબ્લડ પ્રેશન તેમજ બ્રેઇન હેમરેજથી મૃત્યુ્ થઈ ગયું છે. અભિનેતા અક્ષયકુમાર તેમજ ઓસ્કાર અવોર્ડ વિનર સાઉન્ડ ડિઝાઇન રસુલ પુકુટ્ટીએ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે.

અક્ષયકુમારે નિમિષના મોત વિશે સંવેદના વ્યક્ત કરતા કહ્યું છે કે આટલી નાની વયે નિમિષના મૃત્યુના સમાચાર સાંભળીને દુખ થયું છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના પરિવાર સાથે છે.

આ મામલાને ખાલિદ મહોમ્મદે ટ્વીટ કર્યો હતો. ખાલિદે લખ્યું હતું કે સાઉન્ડ ટેકનિશિયન નિમિષ પિલંકરનું બ્લેડ પ્રેશન તેમજ બ્રેઇન હેમરેજને કારણે અવસાન થઈ ગયું છે. ટેકનિશિયન હિન્દી સિનેમાની કરોડરજ્જુ હોય છે પણ આ વાતની પરવા કોઈને નથી. હવે કંઈક કરવાનો સમય છે. ખાલિદના ટ્વીટ પછી રસુલે રિટ્વિટ કરીને કહ્યું છે કે શોકિંગ, આ મામલે મત વ્યક્ત કરવા માટે આભાર. અમે તમારી સાથે છીએ.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સતત કામ કરવાથી અને યોગ્ય પોષણ ન મળવાથી નિમિષનું મોત થયું છે. નિમિષની કરિયરની વાત કરીએ તો તેણે રેસ 3, હાઉસફુલ 4 અને મરજાવાંની ટેકનિકલ ટીમમાં કામ કર્યું છે.

(5:10 pm IST)