Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વધુ આકર્ષક બની રશ્મિ

ટીવી પરદાની ખુબસૂરત અભિનેત્રી રશ્મિ દેસાઇ ટીવી શો ઉત્તરન અને દિલ સે દિલ તક થકી જાણીતી બની છે. હાલમાં તે રિયાલીટી શો બિગ બોસમાં ભાગ લઇ રહી છે. રશ્મિને તેના ચાહકો આ શો માટે ભરપુર પ્રોત્સાહન આપી રહ્યા છે. ૨૦૦૨થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર રશ્મિએ જયારે ગયા વર્ષે મેકઓવર કરાવ્યો ત્યારે સૌને ચોંકાવી  દીધા હતાં. રશ્મિએ તેના લૂક પર વધારે ફોકસ કર્યુ તેના વોર્ડરોબને પણ બદલી નાંખ્યો જેની સીધી અસર તેના પર જોવા મળી છે. રશ્મિ પહેલા કરતા વધારે આકર્ષક દેખાવા લાગી છે. રશ્મિ પહેલા પણ ખુબસુરત લાગતી જ હતી પણ હવે વધારે ફેશનેબલ દેખાઈ રહી છે. રશ્મિને તેનો માસુમ બાળક જેવો ચહેરો વધુ આકર્ષક બનાવી દે છે.  તે દર્શકોને આકર્ષવાનો એક પણ મોકો નથી છોડતી.ઙ્ગરશ્મિ દેસાઈ પહેલા ખુબજ પાતળી હતી. હવે તેણે થોડુ વજન વધાર્યુ છે. રશ્મિ બિગ બોસ હાઉસમાં સૌની મનપસંદ છે.  ફિલ્મ કન્યાદાનથી તેણે અભિનયની શરૂઆત કરી હતી.  ટીવી ક્ષેત્રે રશ્મિને ઝળહળતી સફળતા ઉત્તરન સિરીયલે અપાવી છે.  ઇશ્ક કા રંગ સફેદ, રાવણ, પરી હૂં મૈં, અધુરી કહાની હમારી, દિલ સે દિલ તક જેવા શો પણ તે કરી ચુકી છે.

(10:56 am IST)