Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ 2.0 રજૂ થતા પહેલાથી હાઉસફુલ

મુંબઈ :અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માટે લોકોનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ શરુ થઇ ચુકી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે એક  એડવાન્સ બુકિંગ રિપોર્ટ પણ શાનદાર આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ હાઉસફુલ થઇ ચુક્યો છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે 2.0 ફિલ્મ શાનદાર ઓપનિંગ આપશે.

(9:46 pm IST)