Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સાઉથના અભિનેતા અંબરીશનું 66 વર્ષ થશે નિધન : સિનેમા અને રાજકીય જગતમાં શોકનો માહોલ

મુંબઈ:200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલા એક્ટર અને પૂર્વ મંત્રી અંબરીશનું હ્રદયરોગનાં હુમલાને કારણે મૃત્યુ થયું છે. અંબરીશ 66 વર્ષનાં હતા. અંબરીશનાં નિધન બાદ ના ફક્ત સિનેમાજગત, પરંતુ રાજકીય દુનિયામાં પણ શોકનો માહોલ છે. અંબરીશને હ્રદયરોગનો હુમલો થતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. અંબરીશનાં નિધન બાદ સિનેમાજગતની દિગ્ગજ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.રજનીકાંતે ટ્વિટર પર લખ્યું, ‘મારા પ્રિય દોસ્ત અને ઘણાં જ સારા વ્યક્તિને મે ગુમાવી દીધા છે. હું તમને ઘણો જ યાદ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.” આ સાથે ફિલ્મ અભિનેત્રી રાધિકા સરથકુમારે પૉસ્ટ કરતા અંબરીશને શ્રદ્ધાંજલિ આપી હતી. રાધિકા સરથકુમારે ટ્વિટ કર્યું, ‘અંબરીશ તમે ઘણા જ સારા વ્યક્તિ હતા. હું તમને ઘણા જ યાદ કરીશ. આ ખબર સાંભળતા જ હ્રદય તૂટી ગયું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.’ અમિતાભ બચ્ચને પણ એક તસવીર રીટ્વિટ કરતા લખ્યું, ‘સહ-કલાકાર અંબરીશનાં નિધનથી ઘણું જ દુ:ખ થયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’ આ સાથે કમલ હાસને કન્નડ ભાષામાં ટ્વિટ કરીને પોતાના દોસ્તને શ્રદ્ધાંજલિ આપી હતી. તો મોહનલાલે લખ્યું કે, ‘ભાઈ અને દોસ્ત અંબરીશનાં નિધન વિશે સાંભળીને ઘણું જ દુ:ખ થયું. ભગવાન તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.’

(5:17 pm IST)