Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બોલિવૂડની ૨ એકશન અને એક કોમેડી ફિલ્મના ટ્રેલર લોન્ચ થયા

'અંતિમઃ ધ ફાઇનલ ટૂથ' તારીખ ૨૬ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે : ફિલ્મ 'સત્યમેવ જયતે ૨' તારીખ ૨૫ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે : 'બન્ટી ઓર બબલી ૨' ૧૯ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે થિયેટરમાં રિલીઝ થશે

મુંબઇ તા. ૨૬ : સુપરસ્ટાર સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ફેન્સ આ ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન પોલીસવાળાના રોલમાં જયારે આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ડાયલોગ્સ દમદાર છે.

ફિલ્મમેકર મહેશ માંજરેકરના ડિરેકશનમાં બનેલી ફિલ્મ 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ' તારીખ ૨૬ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ શર્મા સિવાય મહિમા મકવાણા, મહેશ માંજરેકર, સયાજી શિંદે પણ એકિટંગ કરતા જોવા મળશે.

બોલિવૂડ એકટર જોહન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે ૨'નું ટ્રેલર પણ આવી ગયું છે. જેમાં ભરપૂર એકશન જોવા મળી રહ્યું છે. મિલાપ ઝવેરીના લેખન-ડિરેકશનમાં બનેલી આ ફિલ્મ 'સત્યમેવ જયતે ૨' તારીખ ૨૫ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર પણ જોવા મળશે. જયારે જોહન અબ્રાહમ અલગ-અલગ રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ 'સત્યમેવ જયતે'ની સિકવલ છે. જેમાં જોહ્રન અબ્રાહમે એક પોલીસવાળાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે એક ગીતમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, રાયબરેલી, લખનૌમાં કરાયું છે.

આજે બોલિવૂડ ફિલ્મ 'બંટી ઓર બબલી ૨'નું પણ ટ્રેલર આવી ગયું છે. જેમાં સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ઘાંત ચતુર્વેદી, શર્વરી વાઘ મુખ્ય રોલમાં જોવા મળશે. જયારે પંકજ ત્રિપાઠી પોલીસ અને યશપાલ શર્મા મેયરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૫માં આવેલી અભિષેક બચ્ચન અને રાની મુખરજી સ્ટારર ફિલ્મ 'બંટી ઓર બબલી'ની સિકવલ છે. આ ફિલ્મ તારીખ ૧૯ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે થિયેટરમાં રિલીઝ થશે.

(10:09 am IST)