Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સંદિપા ધર પહેલીવાર જોવા મળશે મરાઠી મુલગીના રોલમાં

અભિનેત્રી સંદિપા ધર નવા શો મુમભાઇમાં પહેલી જ વખત મહારાષ્ટ્રીયન યુવતિનો રોલ નિભાવતી જોવા મળવાની છે. ખુબસુરત અભિનેત્રીએ આ લૂક મેળવવામાં કોઇ કસર બાકી રાખી નથી. મુમભાઇનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં સંદિપાએ સોૈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મહારાષ્ટ્રીયન લૂકમાં તે મંગલસુત્રથી લઇને બીજા વસ્ત્રો પર પર ગંભીર બની હત અને પાત્રને આત્મસાત કર્યુ છે. પાત્રના ઉંડાણમાં ઉતરીને તણે પરફેકટ મરાઠી દૂલ્હનનું રૂપ ધર્યુ હતું. નાકમાં નથ, માથા પર ચંદ્રકોર બિંદી અને ઘરેણા તેમજ પારંપરિક સાડીમાં સંદિપા ખુબ દિપી ઉઠી છે. ઉત્તર ભારતમાંથી આવેલી આ અભિનેત્રી મુંબઇમાં રહેતી હોવાથી મહારાષ્ટ્રીયન સંસ્કૃતિથી સારી રીતે પરિચીત છે. તેને આ પાત્ર માટે નેવુથી માંડી બેહજારના દસકનું જીવન જીવું પડ્યું છે. સંદિપાએ મરાઠી ભાષા પણ શીખી હતી અને જુના દસકામાં મુંબઇકરાઓની જીવનશૈલી કેવી હતી તેનું પણ અધ્યયન કર્યુ હતું.

 

(10:14 am IST)