Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પાત્ર માટે પત્નિ પાસેથી ઘણું શીખ્યો હર્ષ નાગર

અભિનયની દુનિયામાં આગળ વધી રહેલા અભિનેતા હર્ષ નાગરે સાથ નિભાના સાથિયા-૨માં મુખ્ય ભુમિકા સાથે નવી યાત્રા શરૂ કરી છે. આ માટે તેણે પુરતી તૈયારી કરી હતી. હર્ષ ઝડપથી શીખવાની ક્ષમતા, માસુમ ચહેરો અને અનેક પ્રકારની ભુમિકા નિભાવવાની ક્ષમતા માટે જાણીતો છે. પાંચ વર્ષની ઉમરથી જ તેણે અભિનયની દુનિયામાં ડગલા માંડી દીધા હતાં. હર્ષના લગ્ન વડોદરાની ગ્રાફિક ડિઝાઇનર તન્વી વ્યાસ સાથે થયા છે. જે ૨૦૦૮માં પુર્વ મિસ ઇન્ડિયા અર્થ રહી ચુકી છે. સાથ નિભાના સાથિયામાં હર્ષ અનંત દેસાઇનો રોલ નિભાવી રહ્યો છે. તેની અને સ્નેહા જૈન (ગહના)ની પ્રેમ કહાની જોવા મળશે. પોતાના પાત્રને મજબૂત બનાવવા હર્ષએ રિયલ લાઇફ પત્નિ તન્વી પાસેથી અનેક ગુણ શીખ્યા હતાં. પોતાની બોલી પર પક્કડ જમાવવામાં પણ તેણે કસર છોડી નથી. હર્ષ કહે છે ગુજરાતી ભાષની વિભીન્ન બારીકાઇ અને શૈલી હું મારા પાત્ર થકી રજૂ કરીશ. મારા પાત્ર માટે મારી પત્નિએ મને ખુબ સલાહ આપી છે.

(10:13 am IST)