Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કંગના નવા કામમાં થઇ ગઇ ઓતપ્રોત

કંગના રનોૈતની છેલ્લે આવેલી ફિલ્‍મ ધાકડની હાલત બોક્‍સ ઓફિસ પર ખુબ ખરાબ થઇ હતી. તે આ વાતને ભુલી બીજા કામમાં વ્‍યસ્‍ત બની છે. હવે તે આગામી ફિલ્‍મ ‘ઇમર્જન્‍સી'ના કામમાં ઓતપ્રોત થઇ ગઇ છે. ફિલ્‍મમાં તે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્‍મનું નિર્દેશન પણ તે પોતે કરી રહી છે.  તેની સાથે ફિલ્‍મમાં તેની સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ અને વિશાક નાયર મુખ્‍ય ભુમિકામાં દેખાશે. ફિલ્‍મના સેટ પરનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર મુકીનેકંગનાએ કેપ્‍શન આપી હતી, આજે બ્રેકનો દિવસ છે પરંતુ હું એને બ્રેક નથી કહેતી, એને હું પોઝ ડે કહું છું. અમસ્‍તા જ વિચાર આવે છે કે તમે તમારી જાતને કેટલી ઓતપ્રોત કરી દીધી છે. તમે પાત્રમાં ડૂબી જાઓ છો, તમારી અંદર કાંઈ નથી બચતું. કંગના રનોૈતે બોલીવૂડમાં પોતાની જાતે સફળતા મેળવી છે. હવે તે અભિનયની સાથે નિર્દેશન પણ કરતી થઇ ગઇ છે. 

(10:28 am IST)