Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ખતરો કે ખિલાડી ૧૨ : તુષાર કાલીયા વિનર : ફૈઝલ શેખ રનર અપ

રણવીર સિંહ-પૂજા હેગડે સહિત અનેક સ્‍પેશ્‍યલ ગેસ્‍ટᅠ

મુંબઇ તા. ૨૬ : તુષાર કાલિયાએ તમામ સ્‍પર્ધકોને પાછળ છોડીને પ્રખ્‍યાત રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન ૧૨નું ટાઈટલ જીતી લીધું છે. ગ્રાન્‍ડ ફિનાલેના અંતિમ સ્‍ટંટમાં તુષારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શો જીતવા પર તુષારને શોની ટ્રોફી, ૨૦ લાખ રૂપિયા અને એક કાર મળી. બીજી તરફ, સોશિયલ મીડિયા સ્‍ટાર ફૈઝલ શેખ ઉર્ફે મિસ્‍ટર ફૈઝુ ફર્સ્‍ટ રનર-અપ રહ્યો હતો. મોહિત મલિક પણ ગ્રાન્‍ડ ફિનાલે રાઉન્‍ડમાં પહોંચ્‍યો હતો. ટીવી એક્‍ટ્રેસ જન્નત ઝુબૈર વધુ સમય લેવાના કારણે સેમિફાઈનલ રાઉન્‍ડમાંથી બહાર થઈ ગઈ હતી. આ શોને રોહિત શેટ્ટીએ હોસ્‍ટ કર્યો હતો.

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ, વરૂણ શર્મા પણ સ્‍ટંટ આધારિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડીના ગ્રાન્‍ડ ફિનાલેમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શોની આ સિઝન સુપરહિટ રહી હતી. ખતરોં કે ખિલાડી ૧૨ માં, સોશિયલ મીડિયા સ્‍ટાર્સ ફૈઝલ શેખ, જન્નત ઝુબૈરે મનોરંજનને જીવંત રાખ્‍યું, જયારે રૂબીના દિલેક, શિવાંગી જોશી, કનિકા માન જેવી હોટ ટીવી અભિનેત્રીઓએ શોમાં ગ્‍લેમર ઉમેર્યું.

ખતરો કે ખિલાડી ૧૨ ના ફિનાલેમાં ટોચના ૫ સ્‍પર્ધકોમાં તુષાર કાલિયા, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ, મોહિત મલિક, રૂબિના દિલાઈક અને કનિકા માન છે. માનએ પોતાનું સ્‍થાન બનાવ્‍યું હતું. શનિવારે, એક સ્‍પર્ધક કનિકા માનને શોમાંથી બહાર કાઢવામાં આવી હતી. શિવાંગી જોશી, ચેતના પાંડેને પણ શોમાંથી બહાર થવું પડ્‍યું હતું.

(10:23 am IST)