Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને ફિલ્મમાં બોડી બનાવવા માટે 11 કિલો વજન ઘટાડ્યું

મુંબઈ :બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને તેની ફિલ્મ લાલ કેપ્ટન માટે લુક માટે બહુ મહેનત કરી છે, ફિલ્મ માટે સૈફે બૉડી બનાવવાની સાથે-સાથે દાઢી અને વાળ પણા વધાર્યા છે, ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે કે, સૈફે લુક પાછળ બહુ મહેનત કરી છે.


જોકે સૈફે પોતાની બીજી ફિલ્મ જવાની જાનેમન માટે લુકને પૂરેપૂરો બદલી નાખ્યો છે. સૈફે દાઢી અને વાળ કપાવવાની સાથે-સાથે 11 કિલો વજન પણ ઘટાડ્યું છે. મળેલા સમાચાર મુજબ, સૈફે ફિલ્મ જવાની જાનેમન માટે 11 કિલો વજન ઘટાડ્યું છે, સૌથી મહત્વની વાત તો છે કે, માટે તેણે કોઇ ટ્રેનર કે ન્યૂટ્રિશનિસ્ટની પણ મદદ નથી લીધી.

(6:03 pm IST)