Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મરજાવા'નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ :સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરીયા સ્ટારર ' મરજાવાં ' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મથી બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનના રોલમાં છે. મિલાપ ઝવેરીએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મને નિખિલ અડવાણી અને ' ટી સિરીઝ ' ના ભૂષણ કુમારે સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર લખ્યું કે , ' રાવણના દસ માથા માટે એક તીર કાફી છે. '

 

                          ફિલ્મમાં રિતેશ ઠીંગણા વિલનના રોલમાં છે. સિદ્ધાર્થ અને તારા એકબીજાના પ્રેમમાં  પડે છેટ્રેલર પરથી લાગે છે કે તારા ફિલ્મમાં મૂંગી છોકરીના રોલમાં છે. સિદ્ધાર્થને બિનસાંપ્રદાયિક આશિક બતાવ્યો છે. ટ્રેલરમાં રકૂલ પ્રીતની પણ ઝલક જોવા મળી છે. સિદ્ધાર્થને ફુલ ઓન એક્શન મોડમાં બતાવવામાં આવ્યો છે.

(6:02 pm IST)