Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

એક હિટ ફિલ્મની રાહમાં અર્જૂન કપૂર

અભિનેતા અર્જૂન કપૂર બોલીવૂડમાં એક હિટ ફિલ્મની રાહમાં છે. તેની પાછલી ફિલ્મોએ તેને સાથ આપ્યો નથી. અર્જૂન પોતાની અંગત જિંદગીને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. હવેતે હિટ તમિલ ફિલ્મ કોમાલીની હિન્દી રિમેક કરી રહ્યો છે. તેના પિતા બોની કપૂરે કોમાલીના રાઇટ્સ ખરીદી લીધા છે. તેણે આ ફિલ્મની હિન્દી રિમેક માટે અર્જૂનને પસંદ કર્યો છે. કોમાલી એવા વ્યકિતની કહાની છે જે લાંબા દિવસો સુધી કોમામાં  રહ્યા પછી ભાનમાં આવ્યો છે. આ પછી તેને વર્તમાન પરિસ્થિતિઓમાં ઢળવામાં ખુબ મુશ્કેલીઓ પડે છે. તમિલ કોમાલીનું લેખન પ્રદિપ રંગનાથને કર્યુ છે. જેમાં મુખ્ય રોલ જયમ રવિ અને કાજલ અગ્રવાલ તથા સંયુકતા હેગડેએ નિભાવ્યો હતો. બોનીએ કહ્યું હતું કે અમે કોમાલીના કોપીરાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મને અમે કોઇપણ ભાષામાં બનાવીને રિલીઝ કરીશું. અર્જૂન હાલમાં આશુતોષની પાનીપતમાં કામ કરી રહ્યો છે. જેમાં તે મરાઠા યોધ્ધા સદાશિવરાવ ભાઉનું પાત્ર નિભાવી રહ્યો છે. પાનીપત છઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થશે.

 

(9:38 am IST)