Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

કબીર બનવા રિતીકની અનહદ મહેનત

સુપરસ્ટાર રિતીક રોશન આગામી ફિલ્મ 'વોર' માટે ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેનો લૂક જબરદસ્ત છે. તેના આ લૂકના સતત વખાણ થઇ રહ્યા છે. આગળની ફિલ્મ સુપર-૩૦માં તે આનંદ કુમાર બન્યો હતો. વોરમાં તે કબીરના પાત્રમાં છે. આનંદમાંથી કબીર બનવા માટે રિતીકે અનહદ મહેનત કરી છે. સુપર-૩૦માં તે ટીચરના રોલમાં હતો. એ માટે તેને વજન વધારવું પડ્યું હતું. વોરમાં કબીર બનવા માટે તેને વજન ઘટાડવું પડ્યું છે. માત્ર બે મહિનામાં જ તે પોતાની જાતને કબીરના પાત્રમાં ઢાળી દેવામાં સફળ થયો હતો. રિતીકે કહ્યું હતું કે મારા જીવનનું સોૈથી મોટુ યુધ્ધ ફિલ્મ વોરને પુરી કરવાનું રહ્યું છે. સુપર-૩૦ પછી મારું શરીર ખુબ વધી ગયેલુ હતું. હું આળસુ થઇ ગયો હતો. બોડીને ફરીથી શેપમાં લાવવા મને બે મહિના અપાયા હતાં, આટલો સમય અપુરતો હતો.  આમ છતાં મેં સખ્ત મહેનત કરી ડોકટર, જીમ ટ્રેનર, ફિઝીયોની સલાહથી ખુબ પરસેવો વહાવ્યો અને કબીરનો લૂક મેળવી લીધો. વોરમાં રિતીકનો જબ્બર સ્ટાઇલીશ લૂક છે. 

(9:36 am IST)