Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પતિ અભિષેકે કર્યો ખુલાસો: ફિલ્મ ડિરેક્ટર બનવા માંગે છે ઐશ્વર્યા

મુંબઈ :તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મનમર્જિયામાં અભિનેતા અભિષેક બચ્ચનને એક્ટિંગને લઈ ઘણી વાહ વાહ મળી રહી છે. ત્યારે એક ઈવેન્ટ દરમિયાન અભિષેક બચ્ચને તેની કરિયરને લઈ પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાં ફિલ્મ ડિરેક્શનને લઈ અભિષેકે ખુલાસો કર્યો કે, તેની પત્ની ઐશ્વર્યા ફિલ્મ ડિરેક્ટર બનવા માંગે છે.

   અભિષેક બચ્ચને એમ પણ કહ્યુ કે, ફિલ્મ શૂટિંગ દરમિયાન તે ફિલ્મમેકિંગના પાસાઓ પર બારિકાઈ ધ્યાન આપે છે.

(9:41 pm IST)