Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્‍તક ઉપર આધારિત મનમોહનસિંહના જીવન ઉપર આધારીત ફિલ્મ જોવા અનુપમખેરે પૂર્વ વડાપ્રધાનના જન્‍મદિને આગ્રહ કર્યો

અભિનેતા અનુપમ ખેરે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને તેમની આગામી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરજોવાનો આગ્રહ કર્યો છે. ફિલ્મમાં અનુપમ મનમોહન સિંહની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

અનુપમે આજે મનમોહન સિંહને તેમના 86મા જન્મદિવસે શુભકામનાઓ આપતું ટ્વિટ કર્યું. અનુપમે લખ્યું કે, “માનીનય ડૉ. મનમોહન સિંહ જન્મદિવસની શુભેચ્છાઓ, આપનું સ્વાસ્થ્ય સારું રહે તેવી કામના. જો તમે ફિલ્મ જોશો તો મારા માટે ગર્વની વાત હશે. મને તમારી સાથે ચા અને કેક ખાવાની તક મળશે. હું વચન આપું છું કે તમને મારી ભૂમિકા પસંદ આવશે.”

63 વર્ષીય અનુપમ ખેરે કહ્યું કે, તેમણે ભૂમિકાને ગંભીરતાથી અને ઈમાનદારીથી નિભાવી છે. ફિલ્મ મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં બારુની ભૂમિકા અક્ષય ખન્ના અને દિવ્યા શેઠ સાહર મનમોહન સિંહની પત્ની ગુરુશરણ કૌરની ભૂમિકામાં જોવા મળશે.

નિર્દેશક તરીકે વિજય રત્નાકર ગુટ્ટેની પહેલી ફિલ્મ છે. હંસલ મહેતા ફિલ્મના ક્રિએટીવ પ્રોડ્યુસર છે. ‘ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

(6:11 pm IST)