Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અચાનક ઘણું બધુ થઇ ગયું છે, સમજવાનો મોકો જ ન મળ્યો, જીંદગીમાં આવું કોઇ દુશ્‍મન સાથે થાય તેમ હું વિચારી પણ ન શકુઃ અર્જુને પોતાની માતાની વાત યાદ કરીને જ્હાન્વી અને ખુશી સાથે સંબંધો સુધાર્યા

અર્જુન કપૂરની ફિલ્મનમસ્તે લંડનટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અર્જુનની સાથે પરિણીતી જોવા મળશે. બંને હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવ્યૂમાં અર્જુને ખુશી અને જ્હાન્વી સાથેના બદલાયેલા સંબંધો વિશે ખુલીને વાત કરી. જણાવી દઈએ કે, શ્રીદેવીના નિધન બાદ અર્જુન પોતાના પિતા અને સાવકી બહેનોની પડખે હંમેશા ઊભો રહ્યો છે. આજે ખુશી-જ્હાન્વી સાથે અર્જુનના સંબંધો સારા છે.

અર્જુને કહ્યું કે, “અચાનક ઘણું બધું થઈ ગયું કે સમજવાનો મોકો ના મળ્યો. જિંદગીમાં આવું કોઈ દુશ્મન સાથે થાય તેમ હું વિચારી પણ ના શકું. જ્યારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે હું પંજાબમાં હતો. મેં મારી માસી અને બહેનને ફોન કર્યો. વખતે મને કરવાનું યોગ્ય લાગ્યું. મારી માએ મારા પાસેથી અપેક્ષા રાખી હતી કે હું પપ્પા અને પરિવારનો સાથ આપું. જો હું એક સારો ભાઈ અને દીકરો બની શકું છું તો તેમાં ખોટું કશું નથી. મારા માટે તો સારું છે મને બે બહેનો મળી છે. પિતાની મદદ કરીને રાહત મળી.”

અર્જુન આગળ કહે છે કે, “અમે એકબીજા સાથે કમ્ફર્ટેબલ છીએ. અમારા સંબંધની શરૂઆત સારી થઈ છે. મને ડર હતો વિશે વધારે ચર્ચા કરવાથી નજર લાગી જશે. જ્હાન્વી અને ખુશીનો સ્વભાવ એકદમ સરળ છે. આજે અમે એકબીજા સાથે વન-ટુ-વન વાત પણ કરીએ છીએ. ખુશી-જ્હાન્વીના નિર્ણયોમાં હું અને અંશુલા હંમેશા તેમની સાથે છીએ. પરિવાર મારા પિતાની તાકાત છે. તે હંમેશા અમારા માટે ઊભા રહ્યા છે. દોડધામ ભર્યા જીવનમાં આપણે ક્યારેક નજીકના લોકોની અહેમિયત ભૂલી જઈએ છીએ.”

થોડા સમયમાં કરણ જોહરનો ટોક શોકોફી વીથ કરણશરૂ થવાનો છે. ચર્ચા છે કે શોમાં જ્હાન્વી ભાઈ અર્જુન સાથે ડેબ્યૂ કરશે. સૂત્રો અનુસાર, જ્હાન્વી સિઝનમાં શોમાં ડેબ્યૂ કરશે અને જોડીદાર તરીકે અર્જુન હશે. બંને એકબીજાની ખૂબ નજીક છે. મુશ્કેલીના સમયમાં અર્જુન તેમની સપોર્ટ સિસ્ટમ રહ્યો છે. હવે ચેટ શોમાં બંને એકબીજાના સિક્રેટ્સ પણ ખોલશે.

અર્જુન કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તોનમસ્તે ઈંગ્લેન્ડ’, ‘સંદીપ ઓર પિંકી ફરાર’, ‘પાનીપત’, ‘ઈંડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં જોવા મળશે.

(6:10 pm IST)
  • ભરૂચ:પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ:બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં :10 જેટલા ફાયર ટેન્ડરોએ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો:કોઈ જાનહાનિ નહિ access_time 5:07 pm IST

  • 19 લકઝરી આઈટમ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો: વિદેશથી આયાત થતી એ.સી.,ફ્રીઝ,સહિતની ચીજો મોંઘી થશે : આયાત ખાધ નિયંત્રણમાં રાખવાના હેતુથી કેન્દ્ર સરકારનો નિર્ણય access_time 8:33 pm IST

  • અંબાજી દેવસ્થાન ટટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું નેઃબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર દ્રારા અપાયું સોનાનું દાન: અમદાવાદનાં વતની છે જેઓ અવાર નવાર આપે છે સુવર્ણ દાન: નવનીતભાઈ પટેલનાં હસ્તે અપાયું દાન access_time 11:20 pm IST