Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સામાન્ય વ્યકિતની એક વર્ષની સેલરી કરતા પણ વધુ મોંઘુ છે કરીના કપૂરનું જેકેટ

મુંબઇ તા. ૨૬ : એકટ્રેસ કરીના કપૂર અને જિમનો ગાઢ સંબંધ છે. પોતાને ફિટ રાખવા માટે કરીના જિમમાં રોજ વર્કઆઉટ અને યોગા કરે છે. એટલે જ દર બીજા દિવસે કરીના જિમ આઉટફિટમાં સ્પોટ થાય છે. હાલમાં જ બેબો પોતાની ગર્લગેંગ સાથે જિમની બહાર જોવા મળી. કરીના, મલાઈકા અરોરા અને અમૃતા અરોરાએ મીડિયાને પોઝ પણ આપ્યો.

જિમ બહાર કરિનાનો બોલ્ડ લૂક જોવા મળ્યો. કરીનાએ બ્લેક ટ્રાઉઝરની સાથે સ્ટ્રાઈપ્ડ Gucci જેકેટમાં કરીના સુપર કૂલ લાગતી હતી. કરીનાનું આ સ્ટાઈલિશ જેકેટ એટલું મોંઘું છે કે કિંમત જાણીને ચક્કર આવી જશે!

બેબોના આ જેકેટની કિંમત ૧,૦૧,૮૫૭ રૂપિયા છે. સામાન્ય રીતે કરિના Gucci ના જ અટાયરમાં જોવા મળે છે. કરીનાને આ બ્રાન્ડના બેગ્ઝ અને ટી-શર્ટ ખૂબ પસંદ છે.

કરીના ફિટનેસ ફ્રીક છે અને ૨૦૧૬માં તૈમૂરના જન્મ બાદ કરીનાએ પોતાના બોડીને શેપમાં લાવવા માટે ખૂબ મહેનત કરી છે. હવે કરીના પહેલાની જેમ જ ફિટ થઈ ગઈ છે. કરીનાની ગણના બોલિવુડની સૌથી ફિટ સેલેબ્સમાં થવા લાગી છે.

(4:34 pm IST)