Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ટીવી અભિનેત્રી સુચિતાએ ૪૨ વર્ષની ઉમરે કર્યા લગ્ન

ટીવી શો બા બહૂ ઓૈર બેબી, કહાની ઘર ઘર કી સહિતના ટીવી શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સુચિતા ત્રિવેદીએ લગ્ન કરી લીધા છે. ૪૨ વર્ષની આ અભિનેત્રીએ બાવીસમી સપ્ટેમ્બરના રોજ નિગમ પટેલ સાથે લગ્ન કર્યા છે. સુચિતા અને તેની ખાસ બહેનપણી રિધ્ધી ડોગરાએ લગ્નની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. સુચિતાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતાં. સુચિતાએ ખિચડી, મેરે અંગને મેં સહિતના શો કર્યા છે. તેણે બાળ કલાકાર તરીકે ૧૯૮૩માં ફિલ્મ વો સાત દિનમાં પણ રોલ નિભાવ્યો હતો. જેમાં અનિલ કપૂર, નસિરૂદ્દીન શાહ અને પદ્દિમની કોલ્હાપુરી મુખ્ય ભૂમિકામાં હતાં. સુચિતાએ ગુજરાતી ફિલ્મ પણ કરી છે.

(9:59 am IST)