Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વધુ એક હિટ ફિલ્મની સિકવલમાં અર્જૂન કપૂર

નમસ્તે ઇંગ્લેન્ડ અર્જૂન કપૂરની એ ફિલ્મ છે જે ૧૯ ઓકટોબરે રિલીઝ થઇ રહી છે. નમસ્તે લંડનની આ સિકવલ છે. જે ૨૦૦૭માં આવી હતી અને તેમાં અક્ષય કુમાર તથા કેટરીના કૈફે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ સિકવલ નિર્માતા-નિર્દેશકને અક્ષય કુમારને લઇને જ બનાવવી હતી. પણ અક્ષય પાસે સમય ન હોઇ અર્જૂનને લઇને ફિલ્મ બનાવાઇ છે. ત્યાંહવેઅર્જૂનને અક્ષયની વધુ એક સિકવલ મળી છે. અર્જૂનના કામથી વિપુલ એટલા ખુશ થયા છે કે તેણે બીજી સિકવલ માટે પણ તેની પસંદગી કરી લીધી છે. વિપુલ તેની ફિલ્મ સિંઘ ઇઝ કિંગની સિકવલ બનાવશે. તેમાં પણ અક્ષય કુમારની જગ્યાએ અર્જૂન કપૂર જોવા મળશે. આમ અર્જૂને અક્ષયની બીજી હિટ ફિલ્મની સિકવલ પોતાના નામે કરી છે.

(9:58 am IST)
  • કેબીસી -10 :ગુવાહાટીની બિનિતા જૈન જીતી એક કરોડ :14માં પ્રશ્નનો સાચો જવાબ આપીને જીત્યા એક કરોડ :અત્યાસ સુધી કેબીસીમાં સૌથી વધુ 25 લાખની રકમ જીતાઈ છે પરંતુ બિનીતાએ એક કરોડ જીતીને રેકોર્ડ બનાવ્યો :હવે બિનિતા 2 જી ઓક્ટોબરે 7 કરોડ માટે આગળ સવાલના જવાબ આપશે access_time 1:17 am IST

  • દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશાયી : 4 બાળકો અને એક મહિલાનું કરૂણ મોત: 7 ઈજાગ્રસ્ત નાગરિકોને હોસ્પિટલમાં ખસેડાયા access_time 8:04 pm IST

  • અમદાવાદ:સી ટી એમ પુવઁદીપ સોસાયટી પાસે અકસ્માત:બી આર ટી એસ બસ સ્ટોપ પાસે એસ ટીની બસએ આધેડ સાઈકલ સવારને કચડ્યો :ઘટના પર જ સ્થાનિક આધેડનું મોત:નોકરી થી પરત ઘર એ આવી રહ્યો હતા આધેડ ત્યારે સર્જાયો અકસ્માત:પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 1:06 am IST