Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

તબ્બુના ગીત 'રૂક રૂક રૂક' પર હવે કાજોલ થીરકશે

અભિનેત્રી કાજોલ તેના પતિ અજય દેવગણ નિર્મિત ફિલ્મ 'હેલીકોપ્ટર એલા'માં સિંગલ મધરનો રોલ નિભાવી રહી છે. ૧૨ ઓકટોબરે આવનારી આ ફિલ્મમાં તે એવી માતા છે જે દિકરા પ્રત્યે ખુબ લાગણીશીલ છે. આ ફિલ્મમાં કાજોલ ૧૯૯૪માં આવેલી અજય દેવગણ અને તબ્બુની ફિલ્મના ગીત 'રૂક રૂક રૂક અરે બાબા રૂક' ગીને રિક્રેએટ કરી તેના પર ડાન્સ કરતી જોવા મળશે.

ફિલ્મમાં કાજોલ ઇલા નામની મહિલાના એવા પાત્રમાં છે જેને ગીત ગાવાનો ખુબ શોખ છે. પણ તે દિકરાની જવાબદારીને કારણે પોતાની આ ઇચ્છા દબાવી દે છે. કાજોલએ રૂક રૂક રૂક...ના રિમિકસ વર્ઝન પર ડાન્સ કર્યો છે જે દર્શકોને ખુબ ગમશે. રાઘવ સચ્ચરે સંગીત આપ્યું છે અને પાલોમી ઘોષે ગાયુ છે.

(9:35 am IST)