Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

નિલાંજનાની સરખામણી લત્તાજી સાથે કરી વિશાલે

સંગીત રિયાલિટી શોમાં દેશભરમાંથી આવતાં સ્પર્ધકો પોતાના અવાજનો જાદૂ દેખાડતા હોય છે. અમુક ગાયકો તો એવા હોય છે જે દર્શકો જ નહિ જજને પણ વિચારતા કરી મુકે છે. ઇન્ડિયન આઇડલમાં હાલ જ એક ગાયીકાની તુલના નિર્ણાયકે લત્તા મંગેશકર સાથે કરી હતી. નિલાંજલા નામની સ્પર્ધકના અવાજે સોૈને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેની ગાયકી પર ગાયક વિશાલ ડડલાની આફરીન પોકારી ગયા હતાં અને કોકીલકંઠી લત્તા મંગેશકર સાથે સરખામણી કરી દીધી હતી. ઇન્ડિયન આઇડલ-૧૦માં અગિયાર સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે અને પોતાના ગીતો થકી સોૈના મન મોહી રહ્યા છે. એક એકથી ચડીયાતા ગીતો આ સ્પર્ધકો રજૂ કરી રહ્યા છે. નિલાંજનાએ તાજેતરમાં લત્તાજીનું ગીત એ ગલિયા એ ચોબારા ગાયુ હતું. વિશાલે આ ગીત સાંભળી તેની સરખામણી લત્તાજી સાથે કરી હતી.

(9:34 am IST)