Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

હું સ્ટાર સન તો નથી, પરંતુ ફ્રેન્ડશિપને લીધે બોલીવુડમાં ટકી રહ્યો છું

વિદ્યુત જામવાલે જણાવ્યું કે,

મુંબઈ, તા. ૨૬ : વિદ્યુત જામવાલે જણાવ્યું છે કે તે સ્ટાર સન નથી, પરંતુ ફ્રેન્ડશિપને કારણે ટકી રહ્યો છે. તેનું નામ હાલમાં જ 'ધ રિચેસ્ટ પોર્ટલના૧૦ પીપલ યુ ડોન્ટ વૉન્ટ મેસ વિથ' ના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

આ લિસ્ટમાં સામેલ થનાર તે પહેલો ભારતીય કલાકાર બની ગયો છે. તેની 'યારા' રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમિત સાધ, વિજય વર્મા અને કેની બાસુમત્રી જોવા મળશે. આ ફિલ્મ ફ્રેન્ડશિપ પર આધારિત છે.

ઈન્ડસ્ટ્રી વિશે પોતાના વિચાર જણાવતાં વિદ્યુત જામવાલે કહ્યું હતું કે 'મેં આ ઇન્ડસ્ટ્રી વિશે એવું સાંભળ્યું હતું કે તમે અહીં સારા ફ્રેન્ડ્સ નહીં બનાવી શકો. મને એ વાત પર વિશ્વાસ નથી. હું સ્ટાર સન નથી, પરંતુ ફ્રેન્ડશિપને કારણે ટકી રહ્યો છું. ફ્રેન્ડ કહે છે કે મને તારા પર ભરોસો છે, પરંતુ મારી પાસે ફિલ્મ બનાવવાનું બજેટ નથી. એમ છતાં તેઓ મારી પડખે ઊભા રહ્યા હતા, જે રીતે હું તેમની પડખે ઊભો રહ્યો છું. મારી ફિલ્મના મારા કો-સ્ટાર્સ મારા સારા ફ્રેન્ડ્સ છે. તમે જ્યારે ફિલ્મ જોશો તમને ખ્યાલ આવશે કે એમાં કંઈ બનાવટી નથી.

(11:35 am IST)