Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મા-બાપના વિરોધ છતાં ટોરી બ્લેક પોર્ન ઈન્ડ.માં આવી

ટોરી પોતાની પોર્નોગ્રાફિક વેબસાઈટ ચલાવે છે : ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કહ્યું હતું કે તેઓે મધર ટેરેસા નહીં પરંતુ પોર્ન સ્ટાર ટોરી બ્લેકથી પ્રેરિત છે

વૉશિંગ્ટન,તા.૨૬ : ઘણાં લોકોને નોકરી કરવી પસંદ નથી હોતી. ઘણાં લોકો કોઈની અંડરમાં કામ કરવાનું પસંદ નથી કરતા હોતા. અથવા કરે છે તો પછી મજબૂરીમાં કરતા હોય છે. આવું કંઈક બન્યુ હતું એક છોકરી સાથે. જેના ઘરેથી તેના મમ્મી-પપ્પાએ તેના પર નોકરી કરવા માટે ખુબ દબાણ કર્યું. અને ત્યાર બાદ જે થયું ઈતિહાસમાં લખાઈ ગયું.

અમે વાત કરી રહ્યાં છીએ અમેરિકાની એક યુવતીની જે બાદમાં બની ગઈ દુનિયાની સૌથી સેક્સી પોર્ન સ્ટાર. વિશ્વની સૌથી હોટ અને સેક્સી પોર્ન સ્ટારનું નામ આવે એટલે અમેરિકાની પોર્ન સ્ટાર ટોરી બ્લેકનું નામ સૌથી પહેલા સામે આવે. ટોરી બ્લેકે પોતાની કારકિર્દીની શરૂઆત ૧૮ વર્ષની ઉંમરમાં ફ્લોરિડામાંથી કરી હતી.

એવું કહેવામાં આવે છે કે તેના માતા-પિતાએ તેના પર નોકરી કરવાનું દબાણ કર્યું તો તેણે એક એડલ્ટ ટેલેન્ટ એજન્સીને પોતાની તસવીરો મોકલી દીધી. એજન્સીએ તેને સિલેક્ટ કરી લીધી અને ટોરીની પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ગઈ. ટોરી બ્લેકનો જન્મ ૨૬ ઓગસ્ટ ૧૯૮૮માં અમેરિકામાં થયો હતો. તેની ઉંચાઈ ફૂટ ઈંચ છે.

હાલ તે પોતાની વેબસાઈટ ચલાવે છે અને હજુ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે પોર્ન સ્ટાર છે. જેના માટે બોલીવુડના ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કહ્યું હતું કે તેના માટે મધર ટેરેસા નહીં પરંતુ પોર્ન સ્ટાર ટોરી બ્લેકથી પ્રેરિત છું. ત્યારે વર્માએ કહ્યું તે હું મધર ટેરેસાને ઓળખતો નથી. કારણ કે મેં ચેરિટી માટે કામ કર્યું નથી.

આથી હું મધર ટેરેસાથી વધારે પોર્ન સ્ટાર ટોરી બ્લેકથી પ્રભાવિત છું. ટોરી લિન્ડેલ એન્ડરસન સાથે રિલેશનશીપમાં છે અને તેનાથી તે બે બાળકોની માતા બની ચૂકી છે. પોતાની કારકિર્દીમાં ટોરી બ્લેક અનેક એવોર્ડ જીતી ચૂકી છે. જેમાં તે ૨૦૧૦ અને ૨૦૧૧માં ફિમેલ પરફોર્મર ઓફ યર બની ચૂકી છે. તો ૨૦૧૬માં ડાયરેક્ટર ઓફ યરનો એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે ૨૦૦૯,૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૩માં તેને નોમિનેટ કરવામાં આવી હતી.

(8:48 pm IST)