Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ઉર્વશી રતૌલાએ પાટણના પટોળા સાડીમાં સુંદર તસ્વીર સોશ્યલ મીડિયામાં શેર કરીઃ આ સાડી તૈયાર કરવા ૬ મહિનાનો સમય લાગ્યો

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રતૌલાની ફેશન સેન્સ ખરેખર ખુબ જ પ્રશંસનીય છે. તેમનુ ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ અલગ અલગ આઉટફિટમાં પાડેલા ફોટોઝથી ભર્યુ પડ્યું છે. કેટલીક ઈવેન્ટ્સમાં તેમના આઉટફિટના કારણે તેઓ ટ્રોલ પણ થયા છે. જોકે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કોણ શું કહે છે. ઉર્વશી પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. હાલમાં જ ઉર્વશીએ પાટણના પટોળા સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેયર કરી છે. મલ્ટીકલર કોમ્બિનેશનની સાડી અને હેવી જ્વેલરી તેમની પર ખરેખર સુંદર લાગે છે.

હાથમાં મોટી બંગડી, માથા પર સુંદર ચાંદલો કરીને શરમાતી ઉર્વશીની તસવીર ફેન્સે ખુબ જ પસંદ કરી છે.

આપને જણાવી દઈએ કે ઉર્વશીની આ સાડીને તૈયાર કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો.

ઉર્વશીનો આ લુક લગભગ 58 લાખ રૂપિયાનો છે.

આપને જણાવી દઈએ કે પાટણના પટોળાને તૈયાર કરવું સહેલુ નથી. આ પટોળા તૈયાર કરવા માટે સિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે, તે એક મહેનતનું કામ છે.

(4:35 pm IST)