Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ખતરો કે ખિલાડી-૧૦ની તૈયારીઓ શરૂ

 કલર્સનાખુબ જાણીતા રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી-૧૦'ની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ રિયાલીટી શોની ટીઆરપી હમેંશા ઉપર જ રહે છે. પાછલી સિઝનની જેમ આ સિઝનને પણ જબરદસ્ત બનાવવાનું કામ શરૂ કરાયું છે. ખતરો કે ખિલાડી-૯માં રિધ્ધીમા પંડિત, પુનિત પાઠક, ભારતી સિંહ સહિતે ભાગ લીધો હતો. આગલી સિઝનનું શુટીંગ બુલ્ગેરીયામાં થશે. રોહિત શેટ્ટી વધુ એક વખત આ શોનું સંચાલન સંભાળશે. આ વખતે યે હૈ મહોબ્બતે ફેઇમ કરણ પટેલ, અદા ખાન, કરિશ્મા તન્ના, ગોૈતમ ગુલાટી, બેલન બહૂ ક્રિસ્ટલ ડિસૂઝા, ચંદ્રમુખી ચોૈટાલા-કવિતા કોૈશિક, ડાન્સર ધર્મેશ સર, ક્રિકેટર યુવરાજ સિંહના નામો ચર્ચામાં છે. જો કે આ નામો શોના નિર્માતા તરફથી હજુ ફાઇનલ થયા નથી. પણ મોટે ભાગે આ સ્પર્ધકો હશે તેવી શકયતા છે.

(9:44 am IST)