Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

આઈફા એવૉર્ડ: સ્વ.શ્રીદેવી સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને ઈરફાન ખાન અભિનેતા

મુંબઈ:આઈફા એવોર્ડ ૨૦૧૮નો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. સુપરસ્ટારોથી સજેલ આ કાર્યક્રમ બેંગકોકના સિયામ નીરામિત થિયેટરમાં યોજાયો હતો. આ વખતે આઈફા એવોર્ડ કાર્યક્રમમાં ૨૦ વર્ષ બાદ રેખાએ કોઈ જાહેર મંચ પર પર્ફોમ કર્યુ હતું. આ ઉપરાંત બોબી દેઓલે પણ પોતાની સુપરહિટ ફિલ્મ બરસાતના ગીત પર ડાંસ કરી તમામને ડોલાવ્યા હતા.

આ વખતે આઈફાનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ સ્વ.અભિનેત્રી શ્રીદેવીને આપવામાં આવ્યો હતો, તેને આ એવોર્ડ ફિલ્મ મોમમાં શાનદાર અભિનય માટે અપાયો. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ હિન્દી મીડિયમમાં શાનદાર અભિનય બદલ ઈરફાન ખાનને એનાયત કરાયો છે. જ્યારે વિદ્યા બાલનની ફિલ્મ તુમ્હારી સુલુને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. તો ન્યુટન ફિલ્મ માટે અમિત મુસુરકરને બેસ્ટ સ્ટોરી રાઈટરનો એવોર્ડ મળ્યો છે.

 હિન્દી મિડીયમ ફિલ્મ માટે સાકેત ચૌધરીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ અપાયો છે. જ્યારે સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મ માટે મેઘના મિશ્રાને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ અપાયો છે. જ્યારે જબ હેરી મેટ સેજલ માટે અરજીતસિંહને બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ અપાયો છે. બેસ્ટ સપોરટગ ફિમેલ એક્ટ્રેસનો એવોર્ડ માહીર વીજ, જ્યારે બેસ્ટ સપોર્િંટગ મેલ એક્ટરનો એવોર્ડ નવાજુદ્દીન સિદ્દિકીને અપાયો છે.

(5:38 pm IST)