Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફિલ્મ વુમનિયા અટવાઈ

મુંબઇ: ટોચની અભિનેત્રી તાપસી પન્નુ અને હોનહાર અભિનેત્રી કૃતિ સનોનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ વૂમનિયાં અટવાઇ પડી હોવાની માહિતી મલી હતી. આ ફિલ્મ બે ભારતીય મહિલા શૂટર્સની કથા રજૂ કરવાની હતી. એ માટે તાપસી અને કૃતિએ રાયફલ શૂટિંગની તાલીમ લેવાની શરૃઆત પણ કરી દીધી હતી. વચ્ચે એવી વાત ઊડી હતી કે કૃતિએ અધવચ્ચે આ ફિલ્મ છોડી દીધી હતી. પરંતુ હવે વાતમાં નવો વળાંક આવ્યો હોવાનું કહેવાય છે. મૂળ યોજના મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના એપ્રિલમાં ફ્લોર પર જવાની હતી. એવું બન્યું નથી. મધુ મન્ટેના, અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની અને વિકાસ બહલની ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ બનવાની હતી. ડાયરેક્ટર નવા લેવાના હતા અને સત્યઘટના પર આધારિત એની સ્ક્રીપ્ટ હતી. કોણ જાણે શી ગડબડ થઇ, વૂમનિયા ફિલ્મ હવે બેમુદત મોકૂફ રહી હોવાની જાણકારી મળી હતી. એ ક્યારે ફ્લોર પર જશે અને બનશે કે કેમ એ વિશે કોઇ કશું કહેવાની સ્થિતિમાં નથી.

 

(5:36 pm IST)