Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગોલ્ડ ફિલ્મમાં આ બે ખેલાડીઓની કથા થશે રજૂ

મુંબઇ:ચાલુ વર્ષના આઝાદી દિને ૧૫મી ઑગષ્ટે રજૂ થનારી રીમા કાગતીની ફિલ્મ ગોલ્ડમાં લેજંડરી હૉકી ખેલાડી ધ્યાનચંદ અને કિસનલાલની કથા રજૂ થશે એવી જાણકારી મળી હતી. આ ફિલ્મ ૧૯૪૮માં લંડનમાં યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય હૉકી ટીમે મેળવેલા સુવર્ણચંદ્રકની વાત રજૂ કરે છે. ભારતીય હૉકી ટીમે બ્રિટનની ટીમને ૪-૦ ગોલથી હરાવી હતી. તેર ચૌદ વર્ષની વયથી કિસનલાલે હૉકી રમવાની શરૃઆત કરી હતી. એની પહેલી પસંદગી ત્રિકમગઢની ભગવંત ક્લબની હૉકી ટીમ માટે થઇ હતી. ત્યારબાદ ધ્યાનચંદે એની પ્રતિભા પારખીને એને નેશનલ ટીમમાં લેવડાવ્યો હતો. આ ટીમે બ્રિટનની ટીમને એમનીજ ધરતી પર યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ૪-૦ શૂન્ય ગોલથી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ફિલ્મમાં ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારે હૉકી કોચનો રોલ કર્યો હતો. પહેલીવાર અક્ષય કુમાર ધોતિયામાં દેખાશે.

 

 

(5:33 pm IST)