Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ડેબ્યુ પહેલા જ મોની રોય પર ફિલ્મોનો વરસાદ

હાલમાં જ ફિલ્મમાં ગોલ્ડનું ટ્રેલર રીલીઝ થયું. આ ફિલ્મમાં અક્ષય કુમાર છે અને મૌની રોય પણ તેની સાથે કામ કરશે. આ મોની રોયની ડેબ્યુ બોલીવુડ ફિલ્મ છે. ટ્રેલરમાં પણ મોનીની જલક જોવા મળી હતી. આ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ મોનીના ખાતામાં કેટલીય ફિલ્મો જમા થઈ ગઈ છે.

એકટર રાજકુમાર રાવ આવતા વર્ષે નિર્માતા-નિર્દેશક દિનેશ વિઝનની ફિલ્મ મેડ ઇન ચાઈનામાં ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મ માટે હિરોઈન તરીકે મોની રોયને ફાઈનલ કરી લેવામાં આવી છે. મેડ ઈન ચાઈનાની શૂટીંગ રાજકુમાર નિર્દેશક હંસલ મહેતાની ફિલ્મ 'સ્વાગત હે' પછી શરૂ કરશે. ફિલ્મમાં તેન ગર્લફ્રેન્ડ પત્રલેખા હિરોઈન હતી. જ્યારે હાલ રાજકુમાર કંગના રનૌત સાથે 'મેન્ટલ હે કયાં'ની શુટીંગ કરી રહ્યા છે.

જ્યારે મોની રોયના ખાતામાં મેડ ઈન ચાઈના ઉપરાંત જ્હોન અબ્રાહમ સ્ટારર રો ફિલ્મ પણ છે. જ્યારે મોની, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્રની શૂટીંગ કરી રહ્યા છે. સલમાન ખાનના અપોઝીટ દબંગ ૩માં પણ મોનીની ચર્ચાઓ થતી હતી પણ થોડા દિવસો પહેલા જ મોનીએ પોતે જ તેને ખારીજ કરી.

(11:31 am IST)