Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સલમાન સામે વિલનગીરી કરશે શાકીબ સલિમ

દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ છે. નિર્માતા અરબાઝ ખાન કલાકારોના લૂક ટેસ્ટ લઇ રહ્યો છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા આ ફિલ્મ માટે ફાઇનલ છે. વિલનના રોલ માટે અગાઉ ઘણી ચર્ચા થઇ હતી. દબંગમાં સોનૂ સુદએ છેદીસિંહના રોલમાં ભારે જમાવટ કરી હતી. દબંગ-૨માં ઠાકુર બચ્ચાસિંહમાં રોલમાં પ્રકાશ રાજએ રોલ નિભાવ્યો હતો. ચુલબુલ પાંડે સામે આ વિલનોએ અનેક પડકાર ઉભા કર્યા હતાં. હવે દબંગ-૩માં સલમાનની ઇચ્છા યુવાન વિલનને લેવાની હતી. આ માટે રેસ-૩ માં સલમાન સાથે કામ કરી ચુકેલા શાકિબ સલિમને લેવાનું નક્કી થયું છે. સાકીબને રેસ-૩ થકી ફાયદો થયો અને મોટી તક મળવા માંડી છે. શાકીબથી સલમાન ખુબ પ્રભાવીત થયો છે.

(9:59 am IST)