Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફરીથી ફિલ્મી પરદે હિતેનઃ મોટી ફિલ્મ મળતાં ખુશ

ટીવી પરદેથી અનેક અભિનેતા-અભિનેત્રીઓ બોલીવૂડમાં પહોંચે છે, પણ બધાને સફળતા મળતી નથી.  હિતેન તેજવાણી પણ ટેલીવૂડ અને બોલીવૂડમાં કામ કરતો રહે છે. કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મમાં તેને રોલ મળ્યો છે. કલંક નામની ફિલ્મમાં હિતેનનો અહેમદ નામના યુવાનનો રોલ છે. તે સંજય દત્તની ઓફિસમાં કામ કરતાં યુવાનના રોલમાં છે. આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર સાથે પણ તેના કેટલાક દ્રશ્યો હશે.  ફિલ્મમાં કામ મળવાથી હિતેન ખુશ છે. તે કહે છે હું સંજય દત્ત, આલિયા ભટ્ટ, આદિત્ય જેવા સ્ટાર્સ સાથે કામ કરવાનો છું.  ડિસેમ્બરના અંત સુધીમાં હિતેન પોતાના ભાગનું શુટીંગ પુરૂ કરી લેશે. હિતેન આ અગાઉ જોગર્સ પાર્ક, કૃષ્ણા કોટેજ, અનવર, એન્ટરટેઇનમેન્ટ, થોડા લુફત થોડા ઇશ્ક, લવ ગેમ્સ, શોરગુલ અને સાંસે જેવી ફિલ્મો કરી ચુકયો છે. કયોં કી સાસ ભી કભી બહૂ થી સિરીયલથી તેણે કારકિર્દી શરૂ કરી હતી.

(9:59 am IST)