Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ભણતર પુરૂ કર્યા પછી બોલીવૂડમાં આવશે પલક તિવારી

ટીવી પરદાની હોટ અને ખુબસૂરત અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક પણ હવે સતત ચર્ચામાં રહે છે. એક સમયે એવી ચર્ચા હતી કે પલક ઝડપથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. પરંતુ શ્વેતાએ ખુલાસો કર્યો છે કે તેની દિકરી હાલમાં ફિલ્મોમાં કામ કરવાની નથી. શ્વેતાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે પલક હાલમાં અભ્યાસ કરી રહી છે, તે પહેલા તેનું ભણતર પુરૂ કરવા ઇચ્છે છે. પલક હાલમાં બારમા ધોરણમાં ભણી રહી છે. જો કે અગાઉ એવી વાત સામે આવી હતી કે તારે જમીન પર ફેઇમ દર્શિલ સફારી સાથે પલક કિવકી નામની એક ફિલ્મ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. પણ શ્વેતાએ હાલ આ વાતનો ઇન્કાર કર્યો છે. પણ તેણે કહ્યું છે કે પલક અભ્યાસ પુરો કરે પછી ઝડપથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. 

(9:58 am IST)