Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઓગષ્‍ટમાં આવશે દિવ્‍યેન્‍દૂ અને ગજરાજ રાવની થાઇ મસાજ

અભિનેતા દિવ્‍યેન્‍દુ શર્મા બોલીવૂડમાં ૨૦૦૭થી કામ કરી રહ્યો છે. આજા નચલે ફિલ્‍મથી તેણે શરૂઆત કરી હતી. એ પછી ચશ્‍મે બદ્દુર, ઇક્કસી તોપો કી સલામી, ટોઇલેટ-એક પ્રેમકથા, બત્તી ગૂલ મિટર ચાલુ સહિતની ફિલ્‍મો કરી છે. જો કે તેને વેબ સિરીઝ મિરઝાપુરના તેના મુન્‍ના ત્રિપાઠીના રોલે વધુ ચાહના અપાવી છે. હવે તે બ્રહ્માષા, ધ રેલ્‍વે મેન, થાઇ મસાજ સહિતની ચાર ફિલ્‍મોમાં જોવા મળશે. જેમાં થાઇ મસાજમાં તેની સાથે ગજરાજ રાવ પણ છે. આ ફિલ્‍મ ૨૬મી ઓગષ્‍ટે થિએટરમાં રિલીઝ થશે. પારિવારીક મનોરંજક ફિલ્‍મનું નિર્માણ ઇમ્‍તિયાઝ અલી, ટી-સિરીઝ અને રિલાયન્‍સ એન્‍ટરટેઇનમેન્‍ટે કર્યુ છે. ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતનારા મંગેશ હદવલેએ ફિલ્‍મની સ્‍ટોરી લખી નિર્દેશન કર્યુ છે. સની હિન્‍દુજા, રાજપાલ યાદવ, વિભા છિબર અને રશિયન અભિનેત્રી અલીના ઝેસોબીના પણ ખાસ ભુમિકામાં છે. ગજરાજ રાવ સિત્તેર વર્ષના વ્‍યક્‍તિના રોલમાં જોવા મળશે. શુટીંગ ઉજ્જૈન અને થાઇલેન્‍ડમાં કરવામાં આવ્‍યું છે.

(10:16 am IST)