Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

આયુષ્માન ખુરાનાએ ખાન ત્રિપુટીને પાછળ છોડી દીધીઃ સાઉથમાં તેમની પાંચ ફિલ્મોની રિમેક બની રહી છે

ખાસ વિષયો સાથે તેમની ફિલ્મોને ભારતીય પ્રશંસકો ખૂબ જ પંસદ કરી રહ્યા છે

મુંબઇ, તા.૨૬: બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના તેમની ફિલ્મો માટે જાણીતા છે અને બોલીવૂડ પર પોતાની પકડ મજબૂત કરી ચૂકયા છે. ભારતમાં કન્ટેન્ટ સિનેમાના પોસ્ટર બોયના રુપમાં તેઓ પોતાને સ્થાપિત કરવામાં પણ સફળ રહ્યા છે. જોકે ખાસ બાબત એ છે કે, બ્લોકબસ્ટર ફિલ્મો માટે જયાં બોલીવૂડ સાઉથ સિનેમા જગતની ફિલ્મોની રિમેક બનાવે છે ત્યાં હવે ઉલટી ગંગા વહી રહી છે. સાઉથ ફિલ્મ જગત આયુષ્માન ખુરાનાની પાંચ સુપર હિટ ફિલ્મોની રિમેક બનાવી રહ્યુ છે. આયુષ્માન ખુરાના આ મામલે ખાન ત્રિપુટીને પાછળ છોડી ગયા છે.

ખુરાનાની પાંચ સુપરહિટ ફિલ્મો સાઉથ ફિલ્મ જગતમાં ખૂબ જ લોકપ્રિય અને ફેશનેબલ સાબિત થઇ છે. અંધાધૂનને તેલૂગૂ અને તમિલમાં રિમેક કરવામાં આવી રહી છે. ડ્રીમ ગર્લને તેલૂગૂ, વિક્કી ડોનરને તમિલમાં બનાવી લેવાઇ છે. આર્ટીકલ ૧૫દ્ગચ તમિલમાં રિમેક કરવાની વાત ચાલી રહી છે. બધાઇ હોની તેલૂગૂ રિમેક બની રહી છે.   જોકે આયુષ્માન ખુરાનાએ આ સંદર્ભે ખુશી વ્યકત કરી હતી કે તેમની ફિલ્મોને સાઉથમાં રિમેક બનાવામાં આવી રહી છે.

આયુષ્માન બોલીવૂડમાં કન્ટેન્ટ સિનેમાના પોસ્ટર બોય તરીકે છવાઇ ગયા.

(11:42 am IST)