Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

હવે કરણ જોહરના ઘરે પહોંચ્યો વાયરસઃ બે નોકરોને કોરોના

મુંબઇ, તા.૨૬: બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર-ડિરેકટર કરણ જોહરે સોમવારે જણાવ્યું કે, તેના સ્ટાફના બે મેમ્બર્સ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કરણે જણાવ્યું કે, આ વાતની જાણકારી BMCને આપી દેવામાં આવી છે અને બંને સંક્રમિતોને ઘરના એક સેકશનમાં કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આના પછી તરત ગ્પ્ઘ્ના આ વાતની જાણ કરવામાં આવી. નિયમો પ્રમાણે આખી બિલ્ડીંગને સેનિટાઈઝ કરી દેવામાં આવી છે.

કરણે સોશિયલ મીડિયા પર લખ્યું – સ્ટાફના બાકી મેમ્બર્સ અને મારા પરિવારના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોઈનામાં કોરોનાના લક્ષણ દેખાયા નથી પણ અન્ય લોકોની સુરક્ષા માટે બધા ૧૪ દિવસ માટે હોમ કવોરન્ટાઈનમાં રહેશે. અમે બીજાની સુરક્ષા માટે પ્રતિબદ્ઘ છીએ અને આ સ્થિતિમાં સરકાર દ્વારા જણાવવામાં આવેલી તમામ સાવધાનીઓ વર્તીશું.

કરણને જણાવ્યું કે, સ્ટાફના બંને મેમ્બર્સને શ્રેષ્ઠ ઉપચાર અપાવવામાં આવશે. તેણે કહ્યું કે, આ મુશ્કેલ સમય જરૂર છે પણ તેમાં કોઈ શંકા નથી કે, ઘરમાં રહીને અને સુરક્ષા ઉપાયો અપનાવીને આપણે કોરોનાને હરાવી દઈશું. બધા ઘરે રહો અને સુરક્ષિત રહો.

જણાવી દઈએ કે, આના પહેલા બોની કપૂરના ઘરમાં કામ કરનારો એક નોકર પણ કોરોનાથી ઝપેટમાં આવ્યો હતો. ત્યારબાદ બોની કપૂર સહિત તેમની બંને દીકરીઓ જાહ્રનવી અને ખુશી કપૂરના ટેસ્ટ કરવામાં આવ્યા જે નેગેટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે સોમવારે જ પોતાનો ૪૮મા જન્મદિવસ મનાવ્યો. તેની સાથે તેના બે જુડવા બાળકો રૂહી અને યશ અને માતા હીરૂ જોહર પણ રહે છે. સાંજે કરણે ઈન્સ્ટાગ્રામ પર બાળકોની સાથે બર્થ-ડે કેક કાપતો એક વિડીયો શેર કર્યો હતો. ત્યારબાદ રાતે ૯ વાગ્યે તેણે આ સ્ટોરી પોસ્ટ શેર હતી.

(11:42 am IST)